Corona પર અંતિમ પ્રહારની તૈયારી!, PM મોદી આજે રાજ્યો સાથે કરશે મહામંથન
દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે તબક્કામાં પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ બેઠકમાં પીએમ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ, તેને પહોંચી વળવાની વ્યવસ્થા અને જલદી આવનારી કોવિડ-19 રસીના વિતરણ પર ચર્ચા કરશે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બે તબક્કામાં પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ બેઠકમાં પીએમ મોદી દેશમાં કોરોનાની સ્થિતિ, તેને પહોંચી વળવાની વ્યવસ્થા અને જલદી આવનારી કોવિડ-19 રસીના વિતરણ પર ચર્ચા કરશે.
પીએમ મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના સીએમ સાથે આજે કરશે બેઠક
કોરોના વાયરસ પર અંતિમ પ્રહારની તૈયારી
મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 વાગ્યે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક થશે. આ બેઠકમાં રસીના વિતરણની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. બેઠકમાં મહામારીને પહોંચી વળવા માટે રણનીતિ પણ બનાવવામાં આવશે. મહામારીને કેવી રીતે માત આપી શકાય તેના પર ચર્ચા થશે.
Exclusive: દિલ્હીને ભડકે બાળવા બંગાળી બોલતી 300 મહિલાઓને લવાઈ હતી, ઉમર ખાલિદે રચ્યું હતું ષડયંત્ર
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસનો વિસ્ફોટ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નવા કેસ ભલે 50 હજારની અંદર આવી રહ્યા છે પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દેશના આવા 5 રાજ્યોના ટ્રેન્ડ પર નજર નાખીએ તો દિલ્હી તેમા પહેલા નંબરે છે જ્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે કેરળ, પશ્ચિમ બંગાળ ત્રીજા નંબરે, મહારાષ્ટ્ર ચોથા નંબરે અને હરિયાણા પાંચમા નંબરે છે. આ રાજ્યોમાં ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે પીએમ મોદીએ કોરોના વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની તૈયારી કરી લીધી છે.
દિગ્ગજ નેતાનો દાવો- 'મહારાષ્ટ્રમાં આગામી 2-3 મહિનામાં BJP બનાવશે સરકાર, તૈયારીઓ પૂરી'
કોવિડ-19 રસી વિતરણ અંગે બનશે રણનીતિ
મળતી માહતી મુજબ કેન્દ્ર તરફથી સતત એવા પ્રયત્ન થઈ રહ્યા છે કે જ્યારે પણ કોરોનાની રસી ઉપલબ્ધ થશે, ત્યારે તેના માટે યોગ્ય રીતે વિતરણની વ્યવસ્થા થઈ શકે. ભારતમાં હાલ પાંચ રસી તૈયાર થવાની દિશામાં છે જેમાંથી ચાર પરીક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પહેલા કે બીજા તબક્કામાં છે. હાલ કોરોના સામે લડત લડી રહેલા દેશને પણ આ બેઠકનો ઈન્તેજાર છે કારણ કે મહામંથનથી મળનારા કોરોના વિજયના ફોર્મ્યુલાની બધા વાટ જોઈ રહ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube